અમારા સંબંધિત 

સર્વશક્તિમાન સ્વામિનારાયણ ભગવાન

સર્વોપરી સ્વામિનારાયણ ભગવાન, આ પૃથ્વી ઉપર 230 વર્ષ અગાવ પધાર્યા (સને 1781-1830). તે સમયે પૃથ્વી ઉપર અધર્મ અને અલગતાવાદથી ઘેરાયેલી હતી. જેને કારણે ભાવિકોનું આધ્યાત્મિક પોષણ અટકી ગયું હતું. યોગ્ય ચારિત્ર્ય, સમર્પણ અને આધ્યાત્મિકતાને બચાવવા અને મુખ્યત્વે તો પોતાના ભક્તોને લાડ લડાવવા સ્વામિનારાયણ ભગવાને આ પૃથ્વી પર સૌપ્રથમ વાર અવતાર ધારણ કર્યો. એ દિવ્ય સાકાર મૂર્તિ,સામર્થીવાન,અજેય , સર્વશક્તિમાન, સર્વજ્ઞ, સદા હાજર અને જે કઈ છે તે દરેકનું, કારણ છે અને એમનાથી શક્તિમાન અને એમના ઉપર બીજું કોઈ જ નથી, એવા એ સર્વોપરી છે.

દિવ્ય પ્રેરણા

પ.પૂ.સદ્.શ્રી જ્ઞાનજીવનદાસજીસ્વામી - કુંડલધામ

વડતાલ દેશ સાથે જોડાયેલ કારેલીબાગ અને કુંડલધામના બંને મંદિરો, પ.પૂ.શ્રી જ્ઞાનજીવનદાસજીસ્વામી-કુંડલધામની દિવ્ય પ્રેરણાથી બંધાયેલ છે. સ્વામિનારાયણ સંપ્રદાયના અસંખ્ય મૂળ ગ્રંથો જેવા કે સત્સંગિજીવન, ભકત ચિંતામણી, વાસુદેવ માહાત્મ્ય, યમદંડ આદિ ઉપર પૂ.સ્વામીજીએ, અસંખ્ય,લોકોના અંતરમાં દિવ્યતા પેદા કરવાના મૂળ સમાન છે. તેઓશ્રીની દિવ્ય પ્રેરણાથી, ગોપીનાથીજી ગૌશાળા, સર્વશક્તિમાન સ્વામિનારાયણ ભગવાનની સેવા માટેની ગીર ગાયોની ઉત્તમ ઓલાદ માટે, એક આનંદદાયક ઘર બની રહેલ છે.

અમારા મંદિર અને પ્રવૃત્તિઓ

કુંડળધામ ખાતે શ્રીહરિ સત્સંગ સેવા ટ્રસ્ટ અને વડોદરા ખાતે શ્રીસ્વામિનારાયણ મંદિર ટ્રસ્ટ દ્વારા બે મંદિરોનું સંચાલન પ.પૂ.સદ્.શ્રીજ્ઞાનજીવનદાસજીની પ્રેરણાથી થઇ રહેલ છે અને તેઓના માર્ગદર્શન અને નિરીક્ષણ હેટળ અનેકવિધ આધ્યાત્મિક, સામાજિક, શૈક્ષણિક અને આરોગ્યલક્ષી પ્રવૃત્તિઓ નિયમિત રીતે કરવામાં આવી રહેલ છે.
કુંડળધામ ખાતે શ્રીહરિ સત્સંગ સેવા ટ્રસ્ટ અને વડોદરા ખાતે શ્રીસ્વામિનારાયણ મંદિર ટ્રસ્ટ દ્વારા બે મંદિરોનું સંચાલન પ.પૂ.સદ્.શ્રીજ્ઞાનજીવનદાસજીની પ્રેરણાથી થઇ રહેલ છે અને તેઓના માર્ગદર્શન અને નિરીક્ષણ હેટળ અનેકવિધ આધ્યાત્મિક, સામાજિક, શૈક્ષણિક અને આરોગ્યલક્ષી પ્રવૃત્તિઓ નિયમિત રીતે કરવામાં આવી રહેલ છે.
ગોપીનાથજી ગૌશાળામાં, બધી જ ગાયો,સાંઢ અને વાછરડાંઓને ભગવાનનું દિવ્ય કુટુંબ ગણવામાં આવે છે. એ વૃદ્ધ થઇ જાય તો પણ એમને રઝળતા મૂકી દેવતા નથી કે વેચવા કે કતલખાનામાં મોકલવામાં આવતા નથી. હકીકતે, તેઓ જ્યાં સુધી પોતાનું નાશવંત શરીર છોડીને ભગવાનના દિવ્ય શરણમાં ન જાય ત્યાં સુધી તેમની કાળજી લેવામાં આવે છે. અહીં ગીર ગાયો સ્વત્રંત રીતે હરી ફરી શકે છે અને એમના દૂધમાં રાસાયણિક પ્રદુષણ ન પેસી જાય તે માટે એમને ઓર્ગેનિક લીલું ઘાસ જ ખવડાવવામાં આવે છે. સને 2003 માં એના પ્રારંભથી જ આ ગોપીનાથજી ગૌશાળા, ભગવાન સ્વામિનારાયણ અને એમના અનુયાયીઓને ગાયનું શુદ્ધ દૂધ પૂરું પાડી રહેલ છે. 10 દૂઝણી ગાયોથી શરુ થયેલ આ કુટુંબ આજે વિકસીને 300 ઉપરાંત ગાયો,સાંઢ અને વાછરડાઓનું બની ગયેલ છે.

પુરસ્કારો

પુરસ્કારો થી વિશ્વાસ દ્રઢ થાયે છે.શ્રીગોપીનાથજી ગીર ગૌશાળા-કુંડલધામ ને નીચે દર્શાવેલ પુરસ્કારો મળેલા છે.